વાર્તા-15

પાછળ [Back]

 

એક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલત ને કારણે વ્હીલના છ બૉલ્ટ અંધારા માં બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે શું કરવું  ?

આજુબાજુ ક્યાંય ગેરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. એની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લટકતા મેન્ટલ હોસ્પિટલના પાટિયા પર પડી. એટલે તેણે એ માણસને પૂછવાનું માંડી વાળ્યું.

તે પાછો ફરતો હતો એટલે પેલા માણસે પૂછ્યું :

‘હું તમને મદદ કરી શકું ?’

કાર-ચાલકે એમ સમજી ને પોતાની તકલીફ જણાવી કે આને શું સમજ પડે .. પણ  પેલાએ સુઝાવ આપ્યો, બાકી ના વ્હીલમાં થી એક એક કરી  ત્રણ બૉલ્ટ આગળના વ્હીલમાં નાખી દો. અહીંથી બે કિલોમીટરના અંતરે એક ગેરેજ છે. ત્યાંથી તમને જોઈતા બોલ્ટ મળી રહેશે.’ આ સાંભળી કારચાલક આશ્ચર્યમાં પડી ગયો. પાગલખાનાના પાટિયા સામે જોતાં તેણે કહ્યું :

‘તમે પાગલ જણાઓ છો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *