વાર્તા-16

પાછળ [Back]

 બધા બાળકમાં એક વાત  સામ્ય હોય છે તે છે તેની ” નિર્દોષતા “

વિધાનસભા ની ચૂંટણી માં કયો પક્ષ આવશે અને ક્રિકેટમાં ભારત જીતશે કે નહી, ભષ્ટાચાર, જાતિવાદ, સામાજિક પ્રૉબ્લેમ, પારાવારિક સમસ્યા, આવા અનેક સમસ્યાઓથી શારીરિક ને માનસિક થાકેલ તમે જ્યારે ઘરે આવો ને મેઈન ડોર ખોલતા જ એક “સ્મિત”…! કે જેમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ દંભ નથી, કોઈ છલ્લ નથી. ‘ છે તો એક માત્ર પ્રેમ અને લાગણી કે જે તમારા બધા પ્રોબ્લેમ ના ઘાવ ને જાણે થોડા સમય માટે એક હળવો લેપ લગાડે છે.

તમે ક્યારે કોઈ સાત આઠ મહીનાના નાના બાળક ને રમતા જોયા છે.?
તેને ક્યારે કોઈ વસ્તુ ને કોઈ નવી ઘટના ને જે જિજ્ઞાસા અને તલ્લીતાથી તેની આંખો ને જોય છે.?
કેટલી ચાહના હોય ને કેટલી ઉત્સુકતા હોય છે નવું જોવા ને જાણવાની.. મેં જોય છે અને એમ કહો કે રોજ જોવ છું, કદાચ એટલે જ કેવાય છે કે બાળકમાં ઈશ્વર હોય છે અને અમે તેની રોજ અનુભૂતિ કરી છીએ. તેની સાથે રમતા એવું લાગે છે કે જાણે આપણે બાળક હોય ત્યારે રહી ગયેલા અધૂરી ઈચ્છા તે આપણને પુરી કરાવે છે.

જોબ પ્રોફાઈલ બદલાવને કારણે હમણાં થોડા સમયથી અલગ અલગ માણસોની દુનિયા જોયી. પણ એક વાત સમજી શક્યો છું કે અમીર હોય કે ગરીબ, પૈસાદાર માણસનું બાળક હોય કે કોઈ મજુર નું બાળક, એક વાત બધામાં સામ્ય હોય છે તે છે તેની ” નિર્દોષતા “.

જો તમારે બાળક સાથે રમવું હોય તો તમારે તમારા પગના ઘૂંટણિયે બેસી, દંભના, અભિમાનના મુખોટાં ઉતારી ને પેહલા બાળક બનવું પળે અને પછી જોવો મજા…

અમારા પહેલા લગભગ બધા મમ્મી પપ્પા એ પેરન્ટિંગ નો અનુભવ કરેલ જ હશે ને વાંચેલ હશે પણ જેમ ઉદયન ઠક્કરની કવિતાના પહેલા સૂરજમુખીની જેમ અમારા માટે તો આ પહેલો આનંદ છે, પહેલી અનુભૂતિ છે તો અમે શુ કામ ને અમારો પેરન્ટિંગનો આનંદ જવા દઈએ, અગાવ બની ચૂકેલા મમ્મી પપ્પા ને અનુભવ કરેલ પરેન્ટિંગ ને જોતા. હું જે કંઇ લખું છે કે કહુ છુ તે કદાચ તમે અગાવ વાચ્યું હશે, હું તો બસ તેનું સંકલન કરું છું

કદાચ તારી સાથે ની આ સફરમાં અમારી અંદરના વિસરાય ગયેલ એ બાળક ને તું મેળવીએ આપે જેને અમે આ દુનિયાદારીની આટીઘૂંટી ને લીધે ભૂલી ગયેલ છે અને છેલ્લે.

” मेरे दिल के किसी कोने में, एक मासूम सा बच्चा ,
बड़ों की देख कर दुनिया, बड़ा होने से डरता है ”

હિતેષ અને રીના( તારા મમ્મી પપ્પા)

From my friend – Hitesh Vansdadiya F.B timeline

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *