વાર્તા-2

પાછળ [Back]

 

ત્યાં એકજ કિડી (સામાન્ય સેવક તરીકે) કામ કરતી હતી.

એ દરરોજ એકલી એના સમય પ્રમાણે કામ ઉપર આવતી અને સાન્જ સુધી બધુ કામ પતાવી દઇને એના ઘરે જતી..🐜

 

વાઘનો બિઝનેસ સારો ચાલતો હતો.

વાઘને વિચાર આવ્યો કે, આ એકલી કિડી કોઈના દેખરેખ વગર આટલું બધુ કામ કરી જાય છે, જો કોઈ દેખરેખ કરવાવાળો હોય તો તે હજુ વધારે અને હજુ સારું કામ કરશે.

 

આ ઈરાદા સાથે વાઘે એના ફેક્ટરીમાં એક મધમાખીની🐝 Production Manager તરીકે નિમણૂક કરી.

 

મધમાખીને કામનો ખુબ અનુભવ હતો અને તે રિપોર્ટ લખવામાં પણ બહુ હોશિયાર હતી.

 

એ વાઘને બોલી “સૌથી પહેલા આ કિડીનો આવવાનો અને જવાનો ટાઈમ ફિક્સ કરવો પડશે.

અને આ બધો રેકોર્ડ રાખવા માટે, કામની ઝડપ વધારવા માટે આપણને એક સેક્રેટરીની જરૂર પડશે.

 

એટલે વાઘે એના સેક્રેટરી તરીકે સસલાની નિમણૂક કરી..🐰

 

વાઘ મધમાખીનું કામ જોઈને ખુશ થયો. અને વાઘે કહ્યું “અત્યાર સુધી થઈ ગયેલા કામનો રિપોર્ટ બનાવી તેનો ગ્રાફ બનાવી મને Production Progress બતાવો”

 

એ કામ માટે મધમાખીએ પછી computer, projector અને laser printer ની માંગણી કરી.💻

 

આ માટે વાઘે ફરી એકવાર computer department ની સ્થાપના કરી. અને તેનો સંભાળ રાખવા એક computer head ની જરૂર પડતાં એણે એક બિલાડીની 🐱 computer head તરીકે નિમણૂક કરી.

 

સમય જતાં કિડીને વારે ઘડીએ કામ છોડીને નિરર્થક રિપોર્ટ બનાવવા, કારણ વગરની મિટિંગમાં બેસીને સમય વેડફવો, આ બધાનો તેને કંટાળો આવવા લાગ્યો અને તેનો પરિણામ production પર થવા લાગ્યો.

 

પછી વાઘે એવું વિચાર્યું કે આમાં એક technical માણસની જરૂર નક્કી છે, એટલા માટે કે એ મધમાખીના વિચાર કિડીને બરાબર સમજાવી શકે.

એટલે એણે ફરી એકવાર એક વાનરની 🐒technical instructor તરીકે નિમણૂક કરી.

 

રોજ સમય પર આવી જઈને કામ કરવાવાળી કિડીને આ બધું પસંદ નહોતુ.

 

તેને વધારે ગુસ્સો આવ્યો અને તેનો પરીણામ production માં હજુ ઘટાડો થયો.

 

હવે આપણને વધારે loss થઈ રહ્યો હોઈ ચિંતિત વાઘે તેનુ કારણ શોધવા ઘુવડને મોકલ્યો.🦉

 

૩ મહિનાના લાંબા સર્વ્હે કર્યા પછી ઘુવડએ વાઘને રિપોર્ટ મોકલ્યો.

 

“તમારી ફેક્ટરીમા કામગાર વર્ગ વધારે હોવાથી આ loss છે.”

 

“હવે તમે મને કહો, આમાથી કોને કામ પરથી નિકાળી દેવામાં આવશે???”

 

 

 

 

 

અર્થાત કિડીનેજ ……🐜

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *