વાર્તા-30

પાછળ [Back]

 

 

:

 પ્રિય પુત્ર અને વ્હાલી દીકરી.
આ પત્ર હું તમને ૩ કારણોસર લખું છું ..
 ૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય.
૨) હું તમારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તમને કોઈ જ નહિ કહી શકે.
 ૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારૂ ને શાંતિ થી જીવવા આટલું જ કરજો.
 
 ૧) જો કોઈ તમારી સાથે સારો વ્યવહાર ના કરે તો મન માં ના લાવશો. તમારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું . કોઈ પણ તમારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર ના માની લેવા.
 ૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય. આ વાત તમને ખાસ કામ લાગશે જયારે તમને કોઈ તરછોડી દેશે કે તમારી પસંદગી ની વ્યક્તિ કે વસ્તુ તમને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખ લેજો.
 ૩) જીંદગી ટૂંકી છે. જો તમે આજનો દિવસ વેડફીશ તો કાલે તમને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કરજો.
 ૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તમારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખજો. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ન થવું.
 ૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વિદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.
 ૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તમે અમને અમારા વૃદ્ધ સમય માં મદદ કરો. અથવા અમે પણ તમને આખી જીંદગી સહારો આપી શકીશું કે નહિ? અમારી ફરજ તમને મોટા કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તમે Limousine / BMW માં ફરશો કે પછી સરકારી બસમાં એ તમારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.
 ૭) તમે તમારૂ વચન હંમેશા પાળજો. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખવી. જો આ વાત તને સમજાઇ જશે તો તમારા જીવન ના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.
 ૮) મેં ઘણી લોટરીની ટીકીટ ખરીદી હતી. એકપણ લાગી નથી. જીવનમાં એમ જ નસીબથી અમીર થવાતું નથી. એના માટે ખુબ મહેનત કરવી જ પડે છે. તો મહેનત થી કોઈ દિવસ ભાગીશ નહિ.
 ૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી. તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.
 સ્વજનો.. જો આ વાક્યો સોનેરી લાગ્યા હોય તો એક-બે વધુ સ્વજનોને શેર કરજો ..
સહ્રદયથી શ્રેષ્ઠ શુભેચ્છાઓ….
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *