વાર્તા-33

પાછળ [Back]

 

 

 
એક શાળા મા ઇસ્પેક્સન આવ્યુ.  અને  સાહેબ એક વર્ગ મા ગયા અને એક છોકરા ને ઉભો કર્યો અને છોકરા ને પુછ્યુ કે …
શીવ ધનુષ કોણે તોડ્યુ…??
છોકરો: સાહેબ મે નહી તોડ્યુ…!
(સાહેબ વર્ગ શિક્ષક સામે જોઇને)
સાહેબ:આવુ ભણાવો છો તમે…?
વર્ગ શિક્ષક: સાહેબ, તમે એ છોકરા હોમે જુઓ તો ખરી
એનામાં પાપડ ભાગવાની તાકાત નથી ને શિવ ધનુષ ચોથી તોડે..?
સાહેબ કંટાળ્યા અને આચાર્ય પાસે ગયા અને ઉપર ની આખી વાત કીધી
 સાહેબ: આવુ ભણતર..?
આચાર્ય: શોન્તિ થી વાત કરો
અને એ છોકરા ને હુ છેલ્લા હાત વરસ થી ઓળખુ છુ. એ રૂમ ની બાર નહી ગ્યો અને શિવ ધનુષ ચો તોડવા જાય. ઝગડો વધ્યો અને ગોમ ના સરપંચ સુધી પોચ્યો અને આખી વાત કીધી…
 સાહેબ: તમે ગોમ ના સરપંચ અને તમારા ગોમ નુ આવુ ભણતર…?
સરપંચ: એ તો બેહીન વાત થાય…
 સાહેબ: શુ બેહીન વાત થાય
આવુ રેઢિયાળ ખાતુ..?
સરપંચ: હુ સાહેબ, તમે  આવડા મોટા અધિકારી થઇને આવડી નોની  વાત માં હુ હોબાળો કરો છો…?
હવે શિવ ધનુષ તુટ્યુ તો હોક તુટ્યુ ખર્ચો મુ આલદયે મુકો  અવ વાત…
સાહેબ હજુય ICU માં છે
Part -2
સાહેબે ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો કે સ્કૂલમાં શીવ ધનુષ કોણે તોડ્યું તેની કોઇને ખબર નથી.
ઈવન હેડમાસ્તર કે ગામના સરપંચ પણ જાણતા નથી…
કમિશનરે સરકારમાં રીપોર્ટ કર્યો કે તુટ્યુ તો તુટ્યું પણ આવા ધનુષ જેવા હથિયારો વગર પરવાનગીએ સ્કૂલમાં રાખવા એ ગંભીર બાબત છે. શાળાની ગ્રાંટ કેમ ના કાપવી….?
વિભાગમાંથી મંત્રી સુધી વાત ગઇ…
મંત્રીએ રીટાયર્ડ સચિવોની કમીટીની રચના કરી.
રાજ્યની આવી કેટલી સ્કૂલો
છે…,અને ત્યાં શીવ ધનુષની પરિસ્થિતિ શું છે તેની તપાસ કરી ત્રણ મહિનામાં રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી….!
પાર્ટ-૩
Continue…
તપાસપંચનો રિપોર્ટ આવ્યા બાદએસ.ઓ. ને શોકોઝ નોટિસ મળી..ચાર્જશીટ પણ મળી.. તેણે રજીસ્ટરો ચેક કરીને  જવાબ લખ્યો કે સાહેબ આપણે એ શાળાને તો ધનુષ ફાળવ્યા જ નથી..
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *