વાર્તા-9

પાછળ [Back]

 

 

એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું……

તેના પિતાએ તેને હસતાં કહ્યું,

“બેટા, એક સફરજન મને આપ તોય…”

બસ … સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું….!!!!!!

થોડુંક મમળાયું…!!!

તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું…!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગ્યા, જાણે આઘાત ન લાગ્યો હોય… ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું.

બસ ત્યારે……..

તેના આ નાનકડા બાળકે

ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા

પિતાને કહ્યું…

“આ લો બાપુ… આવડુઆ વધારે મીઠું છે…!”

કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ…

કોઈએ કેટલું સરસ કહ્યું છે.

“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં…!!!!”

ફર્ક માત્ર વિચારસરણી નો હોય છે,

નહિતર, એજ સીડીઓ ઉપર પણ જાય છે ને નીચે પણ આવે છે,….

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *