વાર્તા- 45

પાછળ [Back]

 

 બે રુપિયાની ફી લેતો ડોકટર બન્યો પદ્મશ્રી 

 

 

 

 

 

૧૯૮૫માં રેલ્વેમાં કામ કરતા દેવરાવ  કોલ્હે નાગપુર મેડિકલ કોલેજમાં ડોકટરી શિખતો પુત્ર રવિન્દ્ર ડોકટર બનીને પોતાના ગામમાં દવાખાનું શરુ કરે તેની રાહ જોતાં હતા ! 

રવિન્દ્ર તેના મેડિકલના પુસ્તકો સાથે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકો પણ વાંચતો હતો અને મનોમન ગરીબોની સેવા કરવામાં જીવન ખર્ચી નાંખવાનું નક્કી કરતો હતો ! 

ગરીબો તો ઠેર ઠેર મળી રહે પણ કયા કેવા ગરીબોની સેવા કરવી તે રવિન્દ્ર નક્કી કરી શકતો નહતો ! 

તે ગાળામાં રવિન્દ્રના હાથમાં David Werner નામના લેખકનું Where There Is No Doctor નામનું પુસ્તક આવ્યું તેના કવરપેજ પરના ફોટામાં ચાર માણસ એક બિમારને ઉપાડીને લઈ જતા હતા અને કેપ્શનમાં લખ્યું હતું Hospital 30 Miles Away ! 

આ પુસ્તકે રવિન્દ્રને સેવા કયા કરવી તે બતાવી દીધું ! 

ડોકટર બન્યા પછી રવિન્દ્ર અમરાવતીથી ટ્રેનમાં હરિસલ પહોંચ્યો અને ત્યાંથી ૪૦ કિ.મીટર ચાલીને બેરાગર  પહોંચ્યો ! 

બેરાગરમાં પ્રાથમિક સારવારનું દવાખાનું શરુ કર્યા પછી રવિન્દ્રને ખ્યાલ આવ્યો કે માત્ર એમબીબીએસના અભ્યાસથી અહીં 

સેવા થઈ શકે તેમ નથી તેથી રવિન્દ્રે ફરી અભ્યાસ ચાલુ કરી MDની ડિગ્રી હાંસલ કરી અને સાથે સાથે મેટરનીટી,સર્જરી એકસ રે અને સોનોગ્રાફીની ટેકનીક પણ શીખી લીધી ! 

 

બેરાગર પરત જતાં અગાઉ સાથે કોઈ સાથીદારને લઈ જવાનો વિચાર આવતા ડો.રવિન્દ્રે જીવનસાથીની પસંદગી શરુ કરી ! 

જીવનસંગિની બનવા માટે ડો.રવિન્દ્રની ચાર શરત હતી ! 

૧) જરુર પડતા ૪૦ કિલોમિટર ચાલવાની તૈયારી હોવી જોઈએ 

૨) પાંચ રુપિયામાં રજીસ્ટર લગ્ન કરવાની તૈયારી હોવી જોઈએ 

૩) દર મહિને માત્ર રુ૪૦૦માં ઘર ચલાવવાની તૈયારી હોવી જોઈએ 

૪) જરુર પડે તો ગરીબોને સેવા કરવા ભીખ માંગવાની તૈયારી હોવી જોઈએ 

આવી અઘરી શરતો પાળવા કોણ તૈયાર થાય,એક સો કન્યાઓ તૈયાર થઈ નહી રવિન્દ્રની આશા પણ તુટવા લાગી ત્યાંજ એક શહેરમાં સારી એવી પ્રેકટીસ કરતી ડો.સ્મિતાએ તૈયારી બતાવી ! 

 

ડો.રવિન્દ્ર અને ડો.સ્મિતા મેરેજ રજીસ્ટર કરાવીને બેરાગર ઉપડી ગયા ! 

વરસો સુધી માત્ર બે રુપિયાની ફીથી બેરાગરવાસીઓને સારવાર કરી તો બેરાગરવાસીઓ તેમના પશુઓની દવા કરવાની માંગણી પણ કરવા માંડ્યા તો ડો. રવિન્દ્ર વેટેનરી પુસ્તકોનો અભ્યાસ કરીને ગામના પશુઓના પણ ડોકટર બની ગયા પછી ખેડુતોને સારી ખેતી કરવાનું શિખવાડવા માટે એગ્રિકલ્ચરના પુસ્તકો વાંચી ગામના ખેડુતોને આધુનિક ખેતી કરતા કર્યા ! 

એક વખત એક મંત્રી બેરાગર પહોંચી ગયા અને ત્યાં ડો.રવિન્દ્રને ઝુંપડામાં રહેતા જોઈ તરત જ પાકું મકાન બાંધી આપવાનો વાયદો કરવા લાગ્યા તો ડો.સ્મિતાએ જણાવ્યું કે અમારે મકાનની જરુર નથી,રોડ બનાવી આપો ઈલેક્ટ્રિક લાવી આપો ! 

મંત્રીજી વાયદા પુરા કરે તેવા હોવાથી આજે બેરાગરમાં રોડ અને વિજળી પહોંચી ગઈ છે ! 

 

૩૭ વરથી નિસ્વાર્થ સેવા કરતાં ડો.રવિન્દ્ર કોલ્હેને આ વરસે સરકારે પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માન કર્યું ! 

યુવાન વયે ગાંધી વિચાર પચાવી જનાર ડો.રવિન્દ્ર બેરાગર ગામના લોકો માટે તો ગાંધી જેવા મહાત્મા જ છે ! 

 

ડો.રવિન્દ્ર અને ડો. સ્મિતા આદિવાસી વિસ્તારના બદલે શહેરના વિસ્તારમાં ડોકટરી કરી હોત તો આજે બંગલામાં રહેતા હોત,સારુ ખાતાપિતા અને પહેરતા પણ હોત પરંતુ હજારો મેડિકલ વિધાર્થીઓને ના સુઝે તે જ ડો.રવિન્દ્રને સમજાય ! 

 

ડો.રવિન્દ્રને પદ્મશ્રી બન્યાના અભિનંદન આપવા કરતાં તેમના ગાંધીમય જીવનને ધન્યવાદ આપવાનું મન થાય છે,

સાથે સાથે તેમની પત્ની ડો.સ્મિતાને પણ શત શત વદંન કરવાનું દિલ થાય છે !

 

વાર્તા- 43

પાછળ [Back]

 

એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય…

 

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે…

એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય…

આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે…A highest distance from earth where  a natural creature can fly…

અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ…

એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું…

પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે…

આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!!

થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!!

એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે  ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માં નો જ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે !!!

આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચા ને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય…

મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાન માં રાજ કરે છે અને એના થી 10 ગણા વધુ વજન વાળા પક્ષી ને પણ ઉપાડી ને આસમાનની બુલંદીયો સર કરે છે !!!

આ વાર્તા કે જે એક સત્ય હકીકત છે એ અહી કહી ને હું તમામ માં બાપ ને કહેવા માગું છુ કે તમે તમારા બાળકો ને છાતી એ ચીપકાવી ને જરૂર રાખો પણ એક બાજના બચ્ચા ની જેમ એને દુનિયા ની મુશ્કેલીઓ થી વાકેફ પણ કરો, એનો સામનો કરાવો અને લડતા શીખવો…

હકીકતે આજના સમય માં કાર્ટૂન, ટીવી માં આવતા રિઆલિટી શો અને  વિડિયો ગેમે આપણા બાળકો ને બોઈલર મુરઘાં જેવા બનાવી નાખ્યા છે જેની પાસે પગ તો છે પણ ચાલી નથી શકતો અને પાંખ છે પણ ઊડી નથી શકતો…

મિત્રો કુંડા માં લગાવેલા છોડ માં અને જંગલ માં ઉગેલા છોડ માં કેટલો ફર્ક હોય છે એ તો આપ સૌ જાણો જ છો !!!

એક નાનકડી પણ સરસ પંક્તિ…

બહુ મીઠો પ્રેમ…બહુ ખારા આંસુ પડાવે છે…અને આ વાત ફક્ત પ્રેમીઑ ને જ નહીં પણ તમારા બાળકો પ્રત્યે ના પ્રેમ ને પણ લાગુ પડે છે માટે મિત્રો તમારા બાળક ને કોઈ વસ્તુ નો ભાવ કરતાં નહીં પણ તેની કિમત કરતાં જરૂર શિખડાવજો.

 

 

વાર્તા-39

પાછળ [Back]

 

મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો

          વડોદરા જીએનએફસીની બહાર કેટલાક મુસાફરો વડોદરા શહેરમાં જવા માટે બસની રાહ જોઇને ઉભા હતા. એક રીક્ષાવાળા ભાઇ પોતાનો ઓટોરીક્ષા લઇને આવ્યા અને જ્યાં આ અજાણ્યા મુસાફરો ઉભા હતા ત્યાં રીક્ષા ઉભી રાખીને કોઇએ ઇલોરા પાર્ક તરફ આવવાનું છે કે કેમ તે બાબતે પુછ્યુ.
રીક્ષા ચલાવનારા ભાઇ અપંગ હતા આથી ઉભેલા મુસાફરોને એમના પર દયા આવી અને આ અપંગને કંઇક મદદ કરીએ એવી ભાવના સાથે ઇલોરા પાર્ક તરફ જનારા મુસાફરો રીક્ષામાં બેસી ગયા. મુસાફરોને મુસાફરીની મજા આવી કારણકે આ સામાન્ય રીક્ષા કરતા જુદા પ્રકારની રીક્ષા હતી. એકદમ ચોખ્ખી ચણાક અને સરસ મજાના ગીતો પણ વાગી રહ્યા હતા.
          રીક્ષામાં બેઠેલા એક મુસાફરે રીક્ષા ડ્રાઇવરને સુચના આપતા કહ્યુ, ” કાકા, પેલા વળાંક પાસે રીક્ષા ઉભી રાખજો.” ડ્રાઇવરે એમને સ્મિત આપ્યુ અને રીક્ષા મુસાફરે કહ્યુ હતુ ત્યાં ઉભી રાખી. મુસાફરે નીચે ઉતરીને પાકીટ કાઢયુ અને પુછ્યુ, ” કાકા, કેટલા રૂપિયા આપવાના છે ? ” રીક્ષાવાળા ભાઇએ બે હાથ જોડીને કહ્યુ, ” બસ, આપના આશીર્વાદ આપજો.” આટલુ કહીને રીક્ષા હાંકી મુકી.
          રીક્ષામાં બેઠેલા બીજા મુસાફરોને આશ્વર્ય થયુ કે ડ્રાઇવરે ભાડાના પૈસા કેમ ન લીધા ? એક મુસાફરે આ બાબતે ડ્રાઇવરને પુછ્યુ એટલે ડ્રાઇવરે સ્પષ્ટતા કરતા કહ્યુ , ” ભાઇ, મારે ભાડાના પૈસાની જરૂર જ નથી. હું જીએનએફસીમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવું છું. મારે મારી અપંગતાને પડકારવી હતી આથી કોઇની મદદ લીધા વીના જ રોજ ઓફીસ આવન-જાવન કરવા મારે એક વાહન લેવાનું હતું તો મેં વિચાર્યુ કે ઓટો રીક્ષા જ લઇ લઉં અને આવતી-જતી વખતે લોકોને બેસાડું તો મારાથી એટલી સેવા થાય અને લોકોનો પ્રેમ પણ મળે.” દરીયાદીલ આ માણસની વાત સાંભળીને રીક્ષામાં બેઠેલા બધા મુસાફરો અવાચક થઇ ગયા એ જેમને સામાન્ય રીક્ષા ડ્રાઇવર સમજતા હતા એ તો એક સરકારી કંપનીના ક્લાસ-1 ઓફીસર હતા.
આ સેવાભાવી માણસનું નામ છે.
ઉદયભાઇ ભટ્ટ.