ગુજરાતી ટુચકાઓ[Gujarati Jocks]

 
પત્ની : સાંભળો છો, મહિલાઓને પણ હવે શનિ મંદિરમાં પ્રવેશનો હક મળ્યો છે.
પતિ : ખૂબ સરસ, હવે શનિ દેવને પણ ખબર પડશે કે સાડાસાતી કોને કહેવાય.

પતિ પાણીમાં માથુ નાખીને બેઠો હતો.
 
 પત્ની : આ શુ કરો છો?
 
પતિ : આજ કાલ મગજ ચાલતૂ નથી તો પંચર તો નથી ને ચેક કરુ છુ.

નવરા થાવ તો મેસેજ કરજો

 
એક વાત પુછવી’તી
.
.
.
 
.વિમાન એવરેજ કેટલા ની આપે?
 
જન્માષ્ટમી મા ફરવા એક લેવું’તુ
 

ડૉક્ટર:- જમાઇ છે ?

દરદી:- છે ને ! ત્રણ  છે , પણ ત્રણેય નકામા …
ડૉક્ટર:- અરે, એમ નહીં … ખવાય છે ? એમ પૂછું છું …
 

એક કાકા નો રેડિયો બંધ થઈ ગયો .એણે ખોલ્યો તો અંદર ઉંદર મરેલો મળીયો . ….

કાકા : ઓહ માંય ગોડ      કલાકાર તો મરી ગયો પછી
હું તંબુરો રેડિયો વાગે
 

હદ તો ત્યારે થાય છે જયારે વરસાદ માં બંધ પડેલી કોઇ છોકરી ની એકટીવા ને કોઇ હરખુડો અડધી કલાક મહેનત કરીને અને કીકો મારી ને ચાલું કરી દે અને જતા જતા તે વાયડી કહે.

.
.
.
થેંકયુ ભાઇ… તમે ગેરેજ માં કામ કરો છો…??
 
અરે તારી તો ભલી થાય

પતિ ( ઓફિસમાંથી ફોનપર ) : આજે તારે ઉપવાસ છે ને ?

પત્ની : હા.
પતિ : કાઇ ખાધુ?
પત્ની : હા.
પતિ : શું ?
પત્ની : કેળા,સફરજન, દાડમ, શેકેલા  શીગદાણા,બટેટા ની વેફર, ફરાળીચેવડો, સાબુદાણાની ખીર, સાબુદાણાના પાપડ, રાજગરાનો લાડવો, સાબુદાણા નીખીચડી ……અને હવે જ્યૂસ પીવુ છું.
પતિ : બહુ આકરો ઉપવાસ કરે છે હો।……. બધાય થી ના થાય હો. હજી કંઇક ખાઇ લેજે, નહીં તો ઉપવાસના લીધે ચક્કર આવશે…..
 

બાપુ :બકા , હું તીરથયાત્રા પર જઇ રહ્યો છું. વિચારું છે કે દારૂ મૂકી દઉં.

 
બકો  : આ તો ઘણી સારી વાત કહેવાય. એમાં પ્રોબ્લેમ શું છે ?
 
બાપુ : પ્રોબ્લેમ એ છે કે કોના ઘરે મૂકીને જઉં ?
 

ટ્રેનમાં પિતાએ ખારી સીંગ વેચી રહેલા ફેરિયા સામે આંગળી ચીંધી પુત્રને કહ્યું.. “ભણીશ નહીં તો આ અભણની જેમ સીંગ વેચવી પડશે..!”
 
ફેરિયો : “એય ડોહા.. અભણ કોને કહે છે? B.E. કરેલું છે !
 

એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.
 
એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે ‘લે મમ્મી તારી પેન’
 
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા ‘મમ્મી!’
 
આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!

લગ્ન પહેલા,
 
પ્રેમિકા: ચાંદો ક્યાં છે?
પ્રેમી: 1 ઉપર આકાશ માં અને એક મારી સામે….
 
લગ્ન પછી,
 
પત્ની : ચાંદો ક્યાં છે?
ગુસ્સે થયેલો પતિ: પેલો આકાશ મા શુ તારો બાપ બલ્બ લઈને ઉભો છે?

શિક્ષક : ભુરા ,તને શુ ગમે ?
 
ભુરો : વેકેશન
 
શિક્ષક: વેકેશન પછી?
 
ભુરો : નાનૂ વેકેશન.
 
શિક્ષક : આ બે તૂ વાપરી નાખ પછી શુ ગમે ?
 
ભુરો : રવિવાર
 
શિક્ષક : રવિવાર પન ગ્યો તેમ સમજ તો શુ ગમે?
 
ભુરો : તો રજા
 
શિક્ષક : હવે રજા પન નથી તો શુ ગમે ?
 
ભુરો : તો રિશેષ
 
શિક્ષક : રિશેષ પન પૂરી હવે શૂ ગમે ?
 
ભુરો : તો નાની રિશેષ
 
શિક્ષક : નાની રિશેષ પન પૂરી થય ગય તો શુ ગમે?
 
ભુરો : તો ફ્રી પિરિયડ
 
શિક્ષક : જો ફ્રી તાસ પન ના હોઈ તો શુ ગમે ?
 
ભુરો : તો તમે રજા પર હોવ તે?
 
શિક્ષક : એમ સમજ કે હુ રજા પર ના હોવ તો શુ ગમે?
 
ભુરો : તો
 
પ્રવાસ મા જાવૂ ,
બાકિ તમે એમ બોલાવા માંગતા હોવ કે ભણવૂ ,તો  એમ ભુરો નય જ બોલે.

ગુજરાતી લોકો તો ચાર ભાષાના જાણકાર
 
1 બોલે ગુજરાતી
2 ફિલ્મ જુએ હિન્દી
3 ખાય પંજાબી

4 પીવે અંગ્રેજી


અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે..
 
અને
 
એક અમે હતા કે
અમારા માંર્કસ જોઈને ટીચસઁ  આત્મહત્યા કરવાનું વિચારી લેતા,
 

આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી??


ટીચરઃ WhatsApp થી સૌથી મોટો
ફાયદો શું થયો છે? . . . . . . . . . . . .
વિદ્યાર્થીઃ મોઢામાં માવો

ભરેલો હોય તોય જવાબ આપી શકાય.છે.


બાપા : તારા રિજલ્ટનુ શુ થયુ ?
 
પુત્ર : સરે કહ્યુ કે હજી એકાદ વષૅ
આ ક્લાસમા જ રેવુ પડશે
 
બાપા : ભલે 2-3 વરહ રેવુ પડે

પણ જો ફેલ થયો તો ટાંટિયા ભાંગી નાખીશ…


કાઠિયાવાડી હની સીંઘ નું ગિત
 
  બ્લુ આઇસ……
 
  ખાટી છાઇસ…….
 
  વાઇડી ની થઇશ….
 
            તો
  Patu ખાઈશ…..

વિમાન ના પેલા છેડે થી એક બુમ આવી : ‘હાઈજેક !’
બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો :
.
.
‘હાય જીગા…!!
ત્યાં બેઠેલા કાકા જોર થી બરડ્યા
નાલાયકો તમારી હાઈ માં અમારા

પેન્ટ ભીના થઈ ગયા…


એક લગ્ન મંડપમા વરરાજાના મિત્રો…. ભાભી ….ભાભી…તમને શાયરી આવડે છે ?
 
ભાભી :- શરમાતા…!!    હા
 
મિત્રો :- અમારા મિત્ર માટે એક જોરદાર શાયરી તો કહો….
 
લાલ મણિ તોડ્યા…..
કાળા મણિ જોડ્યા…..
સૂરજ કુમાર માટે તો મે……
સાત..સાત જણાને છોડ્યા !!
 

વરરાજા ભરલગ્ન મંડપ માથી ઉઠી ને ભાગ્યા.


 
 
સમગ્ર રસાયણ શાસ્ત્ર રડી ઊઠ્યું જ્યારે,
.
.
ટીચરે ભગાને પૂછ્યું: કયાં પ્રવાહી અને ઘન પદાર્થ ભેગાં કરવાથી ઝડપથી વાયુ બને છે?
.
.
*ભગો: રસાવાળા બટાકા…*

શેર બજાર માં ધરાઇ ને માર ખાઈ ને ઘરે આરામ ખુરશી માં બેઠા બેઠા એક પતિ એ એની જાડી પત્ની સામે જોઈ ને વિચાર આવ્યો કે ….
.
.
.
.
.
.
સાલું જીવન માં આ એક જ ઇન્વેસ્ટમેન્ટ એવું કર્યું કે જોતજોતામાં ત્રણ ઘણું થઈ ગયું.