વાંચન[Reading]

 HOME
 બહાદુર સ્ત્રીની વાતો [Brave woman’s talk]
એક સારા પિતા ક્યારેય એવુ નઈ શીખવે કે કેમ જીવવુ જોઈયે, પરંતુ એ પોતે એવી રીતે જીવે છે અને બતાવે છે કે કેમ જીવાય.
ત્યારે પ્રોબ્લેમ થાય છે! પાણી વગર હોડી ન ચાલી શકે એ હડીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
પૈસાના વગર સારી રીતે ના જીવાય એ હડકીડત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીંડત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઇ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઇ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધુરો ઘડો વધુ છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

સરસ વાક્ય

એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ...
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,
હું માફ કરતાં થાકયો નથી.
ભૂલ એના થી જ થાય છે,
જે સારા કામ કરે છે, બાકી,
કામ નહીં કરવા વાળા તો,
ભૂલો જ શોધતા હોય છે.
જો તમને કોઈ એવા વ્યક્તિની તલાશ છે,
જે તમારી જિંદગી બદલાવી દે 
તો એ વ્યક્તિ તમને
અરીસામાં જોવા મળશે !!
પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે,

અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે !!
રોજ સવારે ઉઠીને એક વાત

હંમેશા યાદ રાખજો ઇશ્વરે તમને

"Confirm Return Ticket"

સાથે જ મોકલ્યા છે.. "
પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે,
જ્યારે હારી જાવ ત્યારે...

જીત ખુદ આવી ને  કહે કે...

"માફ  કરજો"..... મજબૂરી હતી.
તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહિ,

કારણ કે 

ખેતી વરસાદના પાણીથી થાય 

પુરના પાણીથી નહિ !!
નાનપણમાં 

પપ્પાના ખભે બેસીને 

મંદિરે દર્શન કરવા જતાં હતાં.

ત્યારે ખબર નો'તી કે આપણે

ભગવાનના દર્શન

ભગવાનના જ

ખભે બેસી ને કરતાં હતાં.
આવક  કરતાં  વધુ  ખર્ચ  કરનાર
સમાજ  માં  ક્યારેય
સન્માન  પામતો જ  નથી
વિશ્વાશ મુકતા પહેલા પારખો 
સાહેબ કેમ કે, દુનિયામાં

નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા 
પીવડાવાય  છે

અને

અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં 
હાથ ધોવા અપાય છે.!!!!!
માણસની નાદાની પણ ખરેખર બેમીસાલ છે, અંધારું મનમાં છે અને દીવો મંદિરમાં કરે છે...
તમારા સ્વ માટે
[FOR YOUR SELF]

હું તને પ્રેમ કરું છુ 
(I LOVE YOU)

3 LINES
હું શ્રેષ્ઠ છું.

(I AM THE BEST)
હું કંઇપણ કરી શકું છું.
(I CAN DO ANYTHING)

જે બન્યું તે સારું છે.
(WHATEVER HAPPENING 
IS FOR GOOD)
તમે જ્યારે કોઈને મદદ 
કરવા લાયક બનો છો.

ત્યારે ઍવુ વિચારી ખુશ થજો
કે તે વ્યક્તિઍ કરેલી 

પ્રાર્થનાઓનો જવાબ 

ઈશ્વર તમારા વડે આપી રહ્યા છે.
જીવનમાં દરેક બાબત 
'સમજવા' નો પ્રયત્ન ના કરશો.

કારણ કે ઘણી બાબતો એવી હોય છે
કે જેમને 'સમજવા' ને બદલે 
'સ્વીકારવા' ની જ જરૂર હોય છે.
આમ તો દુનિયા ની નજર મા 
ઘણો સક્ષમ છું,

પણ આ બે મહાસાગર નું  ઋણ 
ચૂકવવા અસક્ષમ છું,

એક

પિતા ના પરસેવાનું,

ને બીજું

માતા ની મમતાનું.
મફતમાં તો કુદરતે પણ,

કાંઇ જ નથી આપ્યું સાહેબ

એક શ્વાસ લેવા માટે પણ...

એક શ્વાસ  છોડવો પડે છે...
સત્ય અને પ્રમાણિકતાના રસ્તા પર બહું ઠોકરો વાગશે, બહું પીડા થશે અને મંજિલ પણ જલદી નહીં મળે પરંતુ જ્યારે મંજીલે પહોંચશો તો તમારા જેટલો સુખી વ્યક્તિ દુનિયામાં કોઈ નહી  હોય.
આજકાલ,

બોરડી ઉપર થયેલ બોર મજબુરીમા 
જાતેજ નીચે પડી જાય છે,

કારણકે એને પણ ખબર છે 
કે પત્થર ફેકવા વાળુ

બાળપણ

મોબાઇલમા વ્યસ્ત છે.
લાગણીને ક્યાં પાળ હોય છે,

એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
મન થી કહેવાય તેવુ હોઠ થી ના કહેવાય

દિલ થી અપાય તેવુ હાથ થી ના અપાય

વાતો થી તો બધા સમજે

પરંતુ જે વગર કહે સમજી જાય

એજ સાચુ અંગત કહેવાય
સફળ માણસ એ જ છે
જે તૂટેલા ને બનાવી જાણે
અને રૂઠેલાં ને મનાવી જાણે

લાંબી જીભ અને લાંબો દોરો
હંમેશા વધારે ગુંચવાઈ જાય
શું "જતું" કરવું 
અને 
શું "જાતે" કરવું,

એ જો સમજાઈ જાય તો 
સ્વર્ગ અહીં જ છે !!
વહાણ દરિયા કિનારે 
હંમેશાં સલામત હોય છે, 

પણ એ દરિયા કિનારે 
રહેવા માટે નથી સર્જાયુ.

જોખમો ઉઠાવ્યા સિવાય 
સફળતા મળતી નથી.

એમ જ નથી લખાતા 
નામ ઇતિહાસમાં સાહેબ,

સારા કામ કરતા ક્યારેક 
બદનામી મળે તો સ્વીકારી લેજો !!
જીંદગી' નું દરેક ડગલું 
પુરી  'તૈયારી'  અને, 
'આત્મવિશ્વાસ' સાથે ભરો

'દરજી'  અને  'સુથાર'  
ના નિયમ ની જેમ..

'માપવું'  બે વાર, 
કાપવું'  એક જ વાર !!
બસ ખાલી હસતાં રહો... 
દુનિયા  કન્ફ્યુઝ થતી રહેશે...

કે આને વળી કઈ વાત નુ સુખ છે.
લોકો  ના વિચારો  પર  ના ચાલો. 
પોતાના  વિચારો, 

એટલા સુંદર બનાવો કે લોકો  
તમારા  વિચારો પર  ચાલે.
રિસ્ક હંમેશા મોટું લો,

જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,

હારી જશો તો સલાહકાર
લીધેલી "સેવા"

કયારેય ભુલવી નહી..

 અને કરેલી 

"સેવા" કયારે પણ 

યાદ રાખવી નહી...!!
ખાલી કાગળે રંગ બદલ્યો એમાં તો....

લોકો ઊંચા નીચા થઇ ગયા.....

તો થોડું વિચારો.....સાહેબ

જયારે સંતાન રંગ બદલતી હશે ત્યારે.....

માં-બાપ ની શું હાલત થતી હશે. .???
मेरी गलतियां मुझसे कहो
दूसरो से नहीं

कियोंकि सुधरना मुझे है.

उनको नहीं.
તળાવ એકજ હોઈ છે.

જેમાં *હંસ મોતી શોધે છે.
અને *બગલો માછલી શોધે છે.
ફક્ત, વિચાર વિચારમાં ફરક છે.

તમારા વિચાર જ છે જે

*તમને આગળ*

લઈ જાય છે.
દિલ મા વસી ગયેલ નફરત ને  

ભુલી જવી એ પણ એક સ્વચ્છતા અભિયાન છે.
કોઈ કે ખૂબ સરસ લખ્યું છે 

કે

આ જગત માં કોઈ એવો ગરીબ નથી

 કે

 જે બીજા ને મદદ ન કરી શકે,

અને કોઈ ઇવો પૈસાદાર નથી 

કે 

જેને બીજાની મદદની જરૂર ન પડે.
કાલે અરીસો હતો તો, 
જોઈ જોઈ ને જતા હતા.

આજે તૂટી ગયો, 
તો બધા બચી બચી ને જાય છે.

સાહેબ....સમય સમય ની વાત છે.
માળી રોજ છોડને પાણી આપે  છે, 
પરંતુ ફળો માત્ર સીઝનમાં આવે છે,

ધીરજ રાખવાનું જરૂરી છે, 
સમય તેના પરિણામ જરૂર લાવે છે.
Small but excellent thought.......

Open your  *'Eye'*
and Close your *' I '*...
આત્મ વિશ્વાસ  એ
નાનકડી હાથબત્તી છે.
જે અંધકાર માં તમને
બધું જ નહિ બતાવી શકે.
પણ તમને
આગલું કદમ મુકવાની
જગ્યા જરૂર બતાવશે.
ભૂલા પડવાનો એક જ ફાયદો છે

કેટલાક

નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે અને
જાણીતા ની પરખ થાય છે.
જો  ત્રણ  સેકંડ  હસવાથી  ફોટો સારો
આવી શકતો હોય,

તો વીચારો .....

હંમેશા હસવાથી

જીંદગી  કેવી  સરસ  બની  જાય...
સમસ્યા વિશે વિચારીએ
તો બહાના મળશે ,
પરંતુ સમાધાન વિશે
વિચારીશું તો નવા માગોઁ મળશે...
"ધીરજ"
એક એવી સવારી છે,
જે તેના પર બેઠેલા માનવી ને
કયારેય નીચે પડવા દેતી નથી,

"ના કોઈ ના પગ મા"
અને
"ના કોઈ ની નજર" મા...
આપણી ઉમર અને પૈસા 

એના પર કોઈ દી ઘમંડ કરવો નહી.  

કારણ કે જે વસતુ ગણવામા આવે છે.

તે કોઈ દિવસ ટકતી નથી.
માં એ નાનપણ માં

એક વાત કહી હતી,
સામેવાળો સુખી હોય તો
આમંત્રણ વગર જાવું નહીં
અને દુ:ખી હોય તો નિમંત્રણ
ની વાટ જોવી નહી...
જેમ પગ માંથી કાંટો નીકળી જાય,

તો ચાલવાની મજા આવી જાય.

એમ મન માંથી અહંકાર  નીકળી જાય,

તો જીંદગી જીવવાની મજા આવી  જાય

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,

પરંતુ માણસોમાં સારુ શું છે તે શોધીશું,

તો ફાવી જઈશું.

હું  રિસાયો ... તમે પણ  રિસાયા... તો પછી આપણને મનાવશે કોણ? આજે તિરાડ છે.. કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ? હું મૌન ... તમે પણ મૌન.. . તો પછી આ મૌન ને તોડશે કોણ ? નાની નાની વાતોને દિલથી લગાવીશું... તો પછી સંબધ નિભાવશે કોણ ? છુટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ ? ના હું રાજી. .. ના તમે રાજી... તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ? યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે... આપણને ધૈર્ય આપશે કોણ ? એક અહં મારો... એક તારી અંદર પણ... તો પછી આ અહં ને હરાવશે કોણ ? જિંદગી કોને મળી છે   હંમેશ માટે.. તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ? આપણા બન્નેનાં મરી ગયા પછી... આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?      એટલે જ,,,, એકબીજાનું માન  રાખો... ભૂલોને ભૂલી જાવ... ઈગો ને એવોઇડ કરો. જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો. નમ્ર વિનંતિ છે  "એકવાર    નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે."

કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને  પણ સિંકદર ખાલી હાથે જ ગયો.
તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો  એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
કોઇને ' સારા ' લાગશો, કોઈને  ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.
રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે.
શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.


 

 

સોસાયટીમાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે અને વિદ્યા મળે પુસ્તકો દ્વારા. માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુ:ખ, તડકો હોય કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે.

દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે તો દુ:ખની અંદર આપણી સાથે રડે પણ છે. ભલે દુ:ખના સમયે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે. 

પુસ્તક દ્વારા દરેક વ્યક્તિની લાગણીને સમજી શકીએ છીએ. તેના દ્વારા ભુતકાળને પણ વાંચી શકીએ, ઈતિહાસ વિશે જાણી શકીએ છીએ. મહાન લેખકોનાં વિચારોથી પણ પરિચિત થઈ શકીએ છીએ. પુસ્તકોનો સંસાર ખુબ જ વિશાળ છે. દુનિયાની નાનામાં નાની બાબત તેની અંદર તેની અંદર સમાયેલી છે. દુનિયાના સુકા રણવિસ્તારથી લઈને ખળ-ખળ વહેતી નદીઓ સુધી દરેકની વિગત છે જેના દ્વારા તે આપણને દેશ-દુનિયાનો પરિચય કરાવે છે.

ઘરે બેઠા-બેઠા પુસ્તક દ્વારા દુનિયાની કઈ વસ્તુ ક્યાં આવેલી છે? કયું સ્થળ ક્યાં છે? સમાજ વ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી? કયા મહાન માણસો કેટલો સંઘર્ષ કરીને આગળ આવ્યાં? કોની જીંદગીમાં શું ચાલી રહ્યું છે? દુનિયાના કયા ખુણામાં શુ બન્યું હતું? મહાન સંતોએ શું કહ્યું? તેમના બોધપાઠ દરેકે દરેક વસ્તુનો સમાવેશ આ પુસ્તકોએ પોતાની અંદર કરી લીધો છે. એક મનુષ્ય મિત્ર કરતાં તો પુસ્તકો કદાચ કોઈને વધારે દિલાસો આપી શકે છે. એક દોસ્ત તરીકે તે વધું સારી જાણકારી આપી શકે છે.

જીવનના દરેક ખુણેથી જોઈએ તો દુનિયામાં મિનિટે મિનિટે બદલાવ થઈ રહ્યો છે. દરેક વસ્તુ બદ્લાઈ રહી છે પરિસ્થિતિ બદલાઈ રહી છે, માણસો પણ બદલાઈ જાય છે અને ઘણી વખતે તો મિત્રો પણ બદલાઈ જાય છે. પરંતુ પુસ્તક મિત્ર તો પહેલાં જેવાં હતાં તેવાં ને તેવા મરણાંત સુધી સાથે રહે છે અને દેશ દુનિયાનું જ્ઞાન આપણને આપે છે. તો મિત્રો આજના દિવસે આ પુસ્તક મિત્રો પણ ભૂલાય નહિ.