પ્રેરણાદાયી વાર્તા [Inspirational story]

 Back

આજનો દિવસ એટલે સિદ્ધાર્થ ગ્રુપ ની સામાજિક પ્રવૃત્તિ નો પહેલો દિવસ છે.

આજે ઘણો સારો દિવસ છે, અને મને આજના દિવસ માટે કંઈ લખવાનું મન થાય છે.

એમ તો હું કઈ કવિ કે લેખક નથી, પણ મારે આજના દિવસ વિષે કંઈક લખવું છે. આ આજનો દિવસ શું છે? અને કેમ મારે કંઈ લખવું છે. આજનો દિવસ એટલે સિદ્ધાર્થ ગ્રુપ ની સામાજિક પ્રવૃત્તિ નો પહેલો દિવસ છે. અને એમાં પણ પહેલા દિવસે અચાનક આવી પડેલી કસોટી પુરી કરી બતાવી. તો એના વિશે થોડી વાતો મારે લખવી છે. ચાલો તો આજના દિવસ માટે લખવાનું ચાલુ કરીએ.

તારીખ ૧૫/૧૦/૨૦૧૭ ને રવિવાર નો દિવસ છે. પહેલેથી નક્કી તારીખ પ્રમાણે બધા સિદ્ધાર્થ ગ્રુપ ની પહેલી સામાજિક પ્રવૃત્તિ માટે લગભગ ૪ વાગ્યે ની આજુ બાજુ બધા ભેગા થવાનું ચાલુ છે. અને પહેલા તો નવરાત્રી નો મંડપ છૂટો કરી અને સામાન એની જગ્યા એ મુકવાનું કામ ચાલુ છે. પછી ધીરે ધીરે રોડ પરની સફાઈ નું કામ ચાલુ છે. હું જોવ છું કે આજે બધાને ખૂબ જ ઉત્સાહ છે. સફાઈ કામ માં બધા પોતાની જવાબદારી સમજી ને હોંશે હોંશે કામ કરી રહ્યા છે. ઘણી સારી રીતે સફાઈ કામ ચાલી રહ્યું છે. કોઈ વધારાના રોડ પર નીકળેલા વૃક્ષો કાપી રહીયા છે, તો કોઈ રોડ ની આજુ બાજુ ઉગી નિકરેલો કચરો ઉખાડી રહ્યા છે. તો કોઈ ઉખરેલા કચરો ને એક જગાએ ભેગો કરી રહ્યાં છે. આ રીતે રોડ સફાઈ સરસ ચાલી રહી છે. અને બધાના ચહેરા પર એક ઉત્સાહ હું જોઇ રહયો છું અને હું પણ આ બધું જોઈ ઉત્સાહ માં છું, અને ગામના લોકો પણ આ બધું જોઈ ને વિચારતા થઇ ગયા છે. કે અચાનક આ સફાઈ કામ કેમ થવા લાગ્યું. આ રીતે લગભગ એક કલાક (૪:૩૦ થી ૫:૩૦) સતત સફાઈ કામ ચાલ્યું. અને અચાનક એક ઘટના ઘટી વૃક્ષ કાપતાં કાપતાં એક ચાલુ વીજળી નો પોલ વૃક્ષ નું મોટું શાખા પડતા જમીન દોસ્ત થઈ ગયો. આ જોઈ બધા દોડી પડયા, પરંતુ ભગવાન ની દયા થી કોઈ ને કોઈ પણ જાતનું નુકસાન કે ઈજા થઈ નહિ અને તરત જ સિદ્ધાર્થ ગ્રુપ ના કાર્ય કરતા દ્વારા વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. હવે લગભગ સાંજના ૫:૩૦ વાગી જવા આવ્યા છે.

હવે જલ્દીથી વીજળીનો પોલ લગાવવો એ સિદ્ધાર્થ ગ્રુપ માટે કોઈ મુસીબત ન હતી પણ એક કસોટી હતી અને એના માટે સિદ્ધાર્થ ગ્રુપ તૈયાર હતું. અને બને એટલું જલ્દી પોલ શોધવા માટે એક ટીમ નીકળી ગઈ અને લગભગ દસ મીનીટ માં વીજળીનો પોલ બાજુનાં ગામમાંથી મળી ગયો અને તરત જ બીજી ટીમ ને ફોન કરી બોલાવી લેવામાં આવી ત્યાં સુધીમાં ત્રીજી ટીમ જુના પોલ ને કાઢવામાં લાગી ગઈ હતી. બીજી ટીમ આવી પહોંચતા પોલ ને ટેમ્પોમાં ચઢાવી લઈ આવ્યા. હજુ સુધી બધાનો ઉત્સાહ અને ઉમંગ એવો જ હતો, જેવો શરૂઆતમાં હતો. હવે બીજી એક કસોટી ઉભી હતી પોલ ઉભો કરવાની કેટલીક વ્યવસ્થા કરી, આ કામ પણ સારી રીતે થઈ ગયું અને પછી તાર ખેંચી અને લગભગ ૮:૧૦ કલાકે લાઈટ ચાલું કરી દેવામાં આવી અને આ રીતે સિદ્ધાર્થ ગ્રુપ પર અચાનક આવી પડેલી કસોટી ને પુરી કરવામાં આવી, કામ પૂરું થયું બધા ઘરે ગયા અને મને વિચાર આવ્યો કે સિદ્ધાર્થ ગ્રૂપે એની પહેલી કસોટી પુરી કરી બતાવી એ માટે હું સિદ્ધાર્થ ગ્રુપ તરફથી બધાનો આભાર માનું છું.

સિદ્ધાર્થ ગ્રૂપે સાબિત કરી બતાવ્યું કે ભેગા મળી કોઈ પણ કામ સહજ ભાવે પાર પારી શકાય છે. એકતા માં જ શક્તિ છે, એ કરી બતાવ્યું. હું એવું વિચારું છે કે સિદ્ધાર્થ ગ્રુપ એક એક્તા ની વ્યાખ્યા બને અને ગામના નાના મોટા કામો કરી પોતાની ફરજ પુરી કરશે.

More Information click here

વિશ્વની સૌથી કદરૂપી મહિલા ની અચંબિત કરી દેનાર પ્રેરણાદાયી સત્યકહાની

જયારે Lizzie Velasquez હાઈસ્કૂલ માં હતી ત્યારે તેને યુ ટ્યુબ ના એક વિડીઓમાં વિશ્વની સૌથી કદરૂપી સ્ત્રી તરીકે ઓળખાવવામાં આવી હતી. તે એક વિચિત્ર પ્રકારની બીમારી સાથે જન્મી છે કે સમગ્ર વિશ્વમાં તેના સિવાય માત્ર ૨ વ્યક્તિઓજ આ પ્રકારની બીમારી થી પીડાય છે તેના શરીરમાં એડીપોઝ ટીસ્યુઝ (Adipose tissues) ની હાજરી નથી જેના કારણે સ્નાયુઓનું નિર્માણ થતું નથી, શક્તિનો સંગ્રહ થઇ શકતો નથી અને વજન પણ વધતું નથી. તેના શરીરમાં ફેટ-ચરબીની માત્રા ૦ છે અને વજન લગભગ ૩૦ કિલો જેટલુંજ છે.

યુ-ટ્યુબ પર લોકોએ કોમેન્ટ્સ માં એને એટલેકે નિર્જીવ પદાર્થ એટલેકે કદરૂપું બેડોળ પ્રાણી (રાક્ષસ) વગેરે જેવા ઉપનામો આપ્યા અને તેને આત્મહત્યા કરવા માટે પ્રેરી.પરંતુ Velasquez એ હાર્યા કે ડર્યા વગર પોતાના માટે ૪ લક્ષ્યાંકો નક્કી કર્યાં.

૧. એક પ્રેરણાદાયી વક્તા બનવું.

૨. એક પુસ્તક પ્રકાશિત કરવું.

૩. ગ્રેજુએટ (સ્નાતક) થવું.

૪. પોતાનો પરિવાર અને કારકિર્દી બનાવવી

અત્યારે ૨૩ વર્ષની Lizzie છેલ્લા ૭ વર્ષથી એક સફળ પ્રેરણાત્મક વક્તા છે તેણે અનન્યતા (સામાન્ય લોકો કરતા કંઇક અલગ હોવું) ને કઈરીતે સ્વીકારવી, માથાભારે લોકો સાથે કેવીરીતે વ્યવહાર કરવો, અને જીવનમાં આવતા અવરોધોમાંથી માર્ગ કાઢવો એવા અલગ અલગ વિષયો ઉપર ૨૦૦ થી પણ વધારે વક્તવ્યો આપેલા છે. તે ટેક્સાસ રાજ્ય ની યુનિવર્સીટી જે સાન-માર્કોઝ શહેરમાં છે તેમાં કોમ્યુનિકેશન વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર છે. તેનું પ્રથમ પુસ્તક “Lizzie Beautiful,” ૨૦૧૦માં પ્રકાશિત થયું હતું અને બીજું પુસ્તક “Be Beautiful, Be You,” આ વર્ષના જુન મહિનામાં પ્રસિદ્ધ થયું હતું.

તેણે CNN ના હેડલાઈન ન્યુઝ ઓફ ધ વીક માં Dr. Drew Pinsky ને જણાવ્યું હતું કે લોકોની આશ્ચર્યચકિત નજરો થી જોવાની પ્રવૃત્તિ થી હું ટેવાઈ ગઈ છું પરંતુ હવે હું એવી મનોસ્થિતિમાં આવી ગઈ છું કે એવા લોકોની બાજુમાં બેસીને તેમને મારા વિશે વિચારવા અથવા અભિપ્રાય આપવા દેવા કરતા હું તેમની પાસે જઈને મારો પરિચય અને મારું કાર્ડ આપું છું અને તેમને જણાવું છું કે મને આશ્ચર્યચકિત નજરે ઘુરવા કરતા અમારા જેવા વ્યક્તિઓ વિશે જાણકારી મેળવો.

Velasquezનો જન્મ નિર્ધારિત સમય કરતા વહેલો થયો હતો તે ચાર અઠવાડિયા જેટલી premature હતી અને માત્ર એક-સવા કિલો જેટલું વજન હતું તેની માતા Rita એ જણાવ્યું કે તે કેવીરીતે બચી ગઈ અને જીવી ગઈ તે અમને ખબરજ નથી. અમારે રમકડાની દુકાન માંથી ઢીંગલી ના કપડા ખરીદવા પડતા હતા કારણકે બાળકોના કપડા તેને ખુબજ મોટા પડતા હતા. મને અને મારા પતિ Lupe ને ડોક્ટરે કહ્યું હતું કે તમારું સૌથી મોટુ સંતાન ક્યારેય ચાલી કે બોલી નહિ શકે. તેમના બીજા બે નાના બાળકો આ પ્રકારની બીમારી સાથે જન્મ્યા નહોતા.

પરંતુ ડોક્ટરની ધારણાની વિરુદ્ધ તેનો વિકાસ થયો તેના હાડકા, મગજ વગેરે આંતરિક અંગો સામાન્ય રીતેજ વિકસ્યા, છતાં તેનું શરીર અત્યંત દુબળું હતું. તેના શરીરમાં ચરબી જમા થાય એવા કોષો ન હોવાના કારણે તેને દર ૧૫ ૨૦ મીનીટે કંઇક ખાવું પડતું હતું જેથી તે આખો દિવસ કામ કરી શકે.તે જયારે ૪ વર્ષની હતી ત્યારે તેની એક આંખમાં ઝાંખું દેખાવા લાગ્યું અને થોડા સમય પછી બિલકુલ દ્રષ્ટિ જતી રહી અત્યારે તેની માત્ર એક આંખમાં માર્યાદિત દ્રષ્ટિ છે.

તે તેના પુસ્તક Be Beautiful, Be You માં લખે છે કે ક્યારેક જીંદગી અર્થહીન છે એમ લાગે છે પણ તમારે પોતાની જાતને બદલવી પડે છે, મદદ (મહેનત) કરવી પડે છે, પ્રાર્થના કરો અને બાકીનું કામ ઈશ્વરની કૃપા ઉપર છોડી દો.

તે પોતાની સિદ્ધિઓ અને પ્રેરણાદાયી સંદેશાઓ Tumblr ઉપર લખે છે અને કહે છે કે તેણે તેની જાતને બીજાઓથી અલગ પાડતી બાબતો ને સ્વીકારતા શિખી લીધું છે. જે લોકો તેની સાથે ખરાબ રીતે વર્તે છે એમની સાથે બદલો લેવા કરતા પોતાના લક્ષ્યો ને હાંસલ કરવા માટે તે મહેનત કરે છે. તે દુરાચારીઓ અને માથાભારે લોકોને પાછા નીતિના માર્ગે વળવા, જુદી જુદી હેર-સ્ટાઈલ વિશે સમજ આપવી અને હકારાત્મક વિચારસરણી રાખવા પ્રેરણા આપવા યુ-ટ્યુબ અને વિડિઓ બ્લોગીંગ કરે છે.

Dr. Drew ને તેણે જણાવ્યું કે તે ખરેખર ખુશ છે કે તે કોઈ સેલીબ્રીટી કે જેઓ ખુબજ સુંદર દેખાય છે તેમના જેવી નથી દેખાતી હું કોઈ સુપર મોડલ જેવી નથી દેખાતી તે મને એવો મોકો આપે છે કે લોકો મને વ્યક્તિગત રીતે જાણે છે, ઓળખે છે. તે જણાવે છે કે જો તમે જીવનમાં કંઇક વિશેષ કરવા ધારો તો ચોક્કસપણે તમારી એક પહેચાન બને છે.

અને પેલા યુ-ટ્યુબ પરના વીડીઓ પર મળેલી કોમેન્ટ્સ ( એ વીડીઓ ને પાછળથી દુર કરવામાં આવેલો પણ Velasquez એ બધીજ કોમેન્ટ્સ વાંચી હતી) વિશે તે એમ વિચારે છે કે એ બધા માત્ર શબ્દોજ હતા.

હું એક માનવી છું અને આવા શબ્દો ખરેખર લાગણી દુભાવે છે, લોકોના મારા વિશેના મંતવ્યો હું ખરેખર જેવી છું એવા નહોતા પણ હું આવી બાબતોને મારી જાતને આંકવા દેવાની નથી.

હું તેમના જેવી હલકી કક્ષાએ ઉતરી શકું નહિ એવું એણે એ પછીના એક વિડીઓમાં જણાવ્યું હતું ઉલટું મેં મારી પૂર્ણતા અને દ્રઢ નિશ્ચયથી વિશ્વની સૌથી કદરૂપી મહિલા અને હું, મને લાગે છે કે હું જીતી ગઈ.         (‘World’s Ugliest Woman’ video vs. me, I think I won.”) વચ્ચેની જંગ જીતી લીધી છે.

વાંચવા માટે તમારો આભાર, તમારા મિત્રો પણ આ દિલધડક અને પ્રેરણાદાયી સત્યકહાની અચૂક ને અચૂક કરો! લાઈફના નાના અમથા સંઘર્ષોથી આત્મહત્યા કરનારા આજના સમાજની માનસિકતા સામે આ પ્રેરણાત્મક કહાની દીવાદાંડી સમ બની રહેશે. તો આજે જ વધુમાં વધુ લોકો સુધી પોસ્ટ લઇ જાઓ.


પાંચ વર્ષ ની ઉંમર સુધી ચાલી જ નહોતા શક્યા અને 93 વર્ષની ઉંમરે લીધો 42 કી.મી. ની મેરેથોન માં ભાગ

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે.

મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ.

1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું કરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાનું નક્કી કર્યુ.

આ ઉમર તો પથારીમાં પડ્યા પડ્યા ઉંહકારા કરવાની અને જાત-જાતની ફરીયાદો કરવાની હોય પણ ફૌઝાસિંહે પોતાની જાતને મેરેથોન માટે તૈયાર કરી. 93 વર્ષની ઉંમરે એણે 26.2 માઇલનું અંતર 6 કલાક અને 54 મીનીટમાં પુરુ કરીને આખી દુનિયાને આશ્વર્યમાં મુકી દીધી. પછી તો દૂનિયાના કેટલાય દેશોમાં મેરેથોનમાં ભાગ લીધો. ફૌઝા સિંહની ઉંમર અત્યારે 106 વર્ષની છે. આ ઉંમરે પણ આ દાદા રોજના 15 કીમી જેટલું દોડે છે.

             ફૌઝાસિંહને જ્યારે એમની આ તંદુરસ્તીનું રહસ્ય પુછવામાં આવ્યુ ત્યારે એમણે કહ્યુ, જીવનમાં બનતી સારી કે નરસી બાબતોનો સહજ સ્વિકાર કરીને આનંદથી જીવન જીવતા શીખો અને ભોજનમાં સંયમ રાખો. મેં આજ સુધી ક્યારેય શરાબ કે સીગારેટ પીધી નથી અને હંમેશા શાકાહારી ભોજન જ લઉ છું. તળેલા પદાર્થોને ક્યારેય હાથ નથી અડાડતો અને પાણી ખુબ પીઉ છું. હંમેશા આનંદમાં રહુ છુ અને ભગવાન મારી સાથે જ છે એવુ માનીને ભગવાન સાથે વાતો પણ કરુ છું.

 

મિત્રો, નાની-નાની શારીરીક તકલીફોની સામે ઘૂંટણીએ પડી જતા આપણે સૌ એ ફૌઝાસિંહના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. નોખી માટીના આ અનોખા માણસને વંદન અને અભિનંદન.

Story Source From gujjurocks.in


6 thoughts on “પ્રેરણાદાયી વાર્તા [Inspirational story]

  1. Classifieds Script says:

    Oh my goodness! a great post dude. Thanks a ton However I’m experiencing trouble with ur rss . Do not know why Struggle to register for it. Is there any person getting identical rss problem? Anyone who knows kindly respond. Thnkx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *