સિદ્ધાર્થ ગ્રુપ સમાચાર [Siddharth Group News]

 BACK

સિદ્ધાર્થ ગ્રુપની આગામી પ્રવૃત્તિ (Siddharth Group next  activity)

જરૂરિયાત કરતાં વધારે હોય તે રકમ દાનમાં આપી દઈએ. તો ઘણો વધારે બદલો લોકોને થતા સંતોષથી મળી જશે. એટલું યાદ રાખીએ કે, મૃત્યુ બાદ આપણી  બેન્કમાંથી રકમ સ્વર્ગમાં ટ્રાન્સફર કરવાની કોઈ પદ્ધતિ નથી!  જો અને જ્યારે  એવી કોઈ પદ્ધતિ થાય તો અને  ત્યારે  દાન કરવાનું બંધ કરીએ !


Registration here

નમસ્કાર મિત્રો,

ઉત્તરાયણ પર્વ 2020 ની ઉજવણી નિમિત્તે સિદ્ધાર્થ ગ્રુપ તરફથી “શ્રી મોઢેશ્વરી વૃધ્ધાશ્રમ, ભાઠા” મુલાકાત કરવાનું આયોજન કરેલ છે. તમે બધા જાણો જ છો કે ઉત્તરાયણ નુ શું મહત્વ છે આથી એની ઉપર હું ચર્ચા નથી કરતો.

આપણા ગ્રુપ તરફથી તલ લાડુ, ચીકી અને મમરા ના લાડુ, શેરડી નો રસ, અને બપોર નું ભોજન આપવાનું નક્કી કર્યું છે. આ બધું વિતરણ અને ભોજન આપણા હાથે આપણે કરી શકીશુ, તો જે મિત્રો એ લાભ લેવો હોય એ આવી શકે છે એના માટે 7802812019 પર whats app કે SMS કરી અથવા સિદ્ધાર્થ ગ્રુપના મિત્રો ને તમારું નામ નોંધાવી દેવું જેથી કરી અમે બધું આયોજન સુંદર રીતે કરી શકીએ.

આપણા આ કાર્યક્રમ માટે જેમણે પણ દાન કરવું હોય એ વધુમાં વધુ 251 રૂપિયા સુધીનું દાન કરી શકે છે, 251 થી ઉપર દાન સ્વીકાર્ય નથી. (251/- દાન લીમીટ રાખી છે, જેથી કરી બધાને દાન કરવાનો લાભ મળી રહે.)

*કાર્યક્રમ વિગતો*

તારીખ – 14/01/2020

સમય 10ઃ00 AM

સ્થળ – શ્રી મોઢેશ્વરી વૃધ્ધાશ્રમ, ભાઠા

ગૂગલ લોકેશન – અહીં ક્લિક કરો


*SG કાર્યક્રમ માં ફેરફાળ કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવી*
 
કાર્યક્રમ વિગત
 
1. શિવરામપુર (જુનાગામ ) થી નીકળવાનો સમય 09:00 am.
 
2. પહોંચવાનો સમય 09:30 am.
 
3. 9: 30 am થી *ગરબા કાર્યક્રમ*.
 
4. 11: 30 am મોઢેશ્વરી માતાજીને થાળ અને આરતી.
 
5. 12:00 પછી જમાડવાનો અને તલ લાડુ વહેચવાનો વગેરે નો પ્રારંભ થશે.
 
6. 1:30 pm ની આજુબાજુ કાર્યક્રમ સમાપ્ત થશે.
 
7. તમે તમારૂ વાહન લઈને પહોંચી જશો કે શિવરામપુર (જુનાગામ ) આવશો એ sms કરી અમને જાણ કરવા વિનંતી.
 
8. તમારી સાથે બાળકો , પત્ની , માતા-પિતા કે મિત્ર આવવાના હોય તો sms કરી જાણ કરવી જેથી પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં સરળતા રહે.
 
9. તમારે ઘરેથી નાસ્તો કરીને આવવાનું રહશે, ત્યા આપણી જમવાની વ્યવસ્થા નથી ત્યા આપણને ખાલી પ્રસાદ મળશે.
 
10. બધા ને સમયસર આવવા વિનંતી છે.
 
*વિશેષ નોંધ* – મુસાફરી દર્મિયાન પંતગ દોરાથી પોતાને અને બીજાને નુકશાન ન થાય એની કાળજી રાખશોજી .
 
 
*માતા-પિતા* સાથે જો બાળકો આવવાના હોય તો બાળકોને નાસ્તો કરાવી ને લાવવા વિનંતી છે, કૃપા કરી ફુડ પેકેટ કે અન્ય નાસ્તો સાથે લાવશો નહીં એવી અમારી નમ્ર અરજ છે. ( અમે બાળકો માટે પ્રસાદ અને તલ લાડુની વ્યવસ્થા કરી છે.)