સિદ્ધાર્થ ગ્રૂપ દ્વારા પૂર્ણ ઉત્સવ પ્રવૃત્તિ [Completed festival activity by Siddharth Group]

 BACK

 

સિદ્ધાર્થ ગ્રુપની દિવાળી ની ઉજવણી (નવા કપડાં) [Celebration of Diwali of Siddharth Group]

સ્થિતિ [status] –  પૂર્ણ [Complete]

પ્રવૃત્તિ [Activity] -દિવાળી ની ઉજવણી (નવા કપડાં)

તારીખ [Date] – 16/10/2017

સ્થળ [Location] – ડેરી ફળીયા, ગણપતિ  મંચ [dairy faliya, ganpati stage]

વ્યવસ્થા [Management] – કર્યું [Done]

યાચના [Solicitation] – પ્રિય એસ.જી. સભ્યો,

આપણા ગ્રુપ ના સભ્ય એવા શ્રી, ધર્મેન્દ્રભાઈ સી. પટેલ ના સૂચન મુજબ દિવાળી ની ઉજવણી, મજૂરવર્ગ ના નાના બારકોને ન્યુ કપડાં આપી કરવાની છે.

તો આપણા ગામ મા ક્યાં ક્યાં કામ ચાલે છે એની માહિતી ગ્રુપ માં મુકવા વિંનતી છે. જેથી એનો સંપર્ક કરી શકાય અને ગણતરી કરી ન્યુ કપડાં લાવી શકાય અને જે કોઈ સભ્ય કે અન્ય વ્યક્તિ એ આ કામમાં નાણાકીય હેલ્પ કરવી હોય તો કરી શકે છે, અને સહાય ૧ રૂપિયો પણ અને ૫ રૂપિયા, ૧૦ રૂપિયા કે મોટી રકમ પણ સ્વીકારવામાં આવશે. ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે કામ કરીશુ, તમારો ૧ રૂપિયો પણ કોઈ ગરીબ માટે મદદ રૂપ થશે. તો કોઈ પણ જાતનો સંકોચ કરવો નહિ અને શક્તિ પ્રમાણે ભક્તિ કરવી અને બાકીનું ઉપરવારો સંભારી લેશે.

( દિવાળી ની ઉજવણીમાં માં નવા કપડાં સિદ્ધાર્થ ગ્રુપ તરફ થી સિવિલકામ કરતા મજુરની છોકરીને આપવામાં આવ્યા છે, તો સિદ્ધાર્થ ગ્રુપમાંથી જેને જેને હેલ્પ કરવી હોય એ કરી શકે છે. ન્યુ કપડાની ટોટલ કિંમત ૧૪૦૦/- છે અને સાથે સ્વીટ પણ આપવામાં આવી હતી જેની કિંમત ૩૪૦/- છે. આમ ટોટલ ૧૭૪૦/- થાય છે. ગ્રુપ માંથી ૩૦ જરા વચ્ચે ૬૦/- આવશે અને ૨૦ જરા વચ્ચે ૯૦/- આવશે. તો શક્તિ પ્રમાણે આપી શકો છો અને કાપડનું ફિટિંગ વગેરે ફ્રી ઓફ કોસ્ટ માં તોરલબેન એમ. પટેલ તરફથી કરી આપવામાં આવ્યું છે.  )

દાન માટે પે ટી એમ નંબર [For donation Paytm number ]-7096351386 [ Siddharth group, સિદ્ધાર્થ ગ્રુપ]

જરૂરિયાત કરતાં વધારે હોય તે રકમ દાનમાં આપી દઈએ. તો ઘણો વધારે બદલો લોકોને થતા સંતોષથી મળી જશે. એટલું યાદ રાખીએ કે, મૃત્યુ બાદ આપણી  બેન્કમાંથી રકમ સ્વર્ગમાં ટ્રાન્સફર કરવાની કોઈ પદ્ધતિ નથી!  જો અને જ્યારે  એવી કોઈ પદ્ધતિ થાય તો અને  ત્યારે  દાન કરવાનું બંધ કરીએ !