સુકન્યા યોજના ભેટ [Sukanya Gift Plan]

 Back [પાછળ]

 

 

Join what’s app group 

દાન પ્રાપ્ત અને ઉપયોગ [Donation received & uses]

 

 દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો 

અનોખી ભેટ [Unique gift]

જે બાળકીએ નાની ઉંમરે એના પિતા ગુમાવ્યા છે, એના માટે આપણે એક શુભચિંતક બની સુકન્યા યોજનાની ભેટ આપી શકીએ.  [जिस लड़कीने उसकी छोटी आयुमे पीता खो दीया हे , उसके लिए हम सुकन्या परियोजना का उपहार दे सकते हे।]

આ યોજનાનો વિચાર અમારા એક મિત્ર સાથે ડોનેશન ના વિષય પર ચર્ચા કરતા આવ્યો હતો અને અમે આપની સમક્ષ રજુ કરીએ છીએ.

 

યોજના શું છે?

1. જે બાળકીએ નાની ઉંમરમાં એના પિતા ગુમાવ્યા છે, એના માટે સુકન્યા એકાઉન્ટ ઓપન કરી એમાં કોન્ટ્રીબ્યુસન જમા કરવું જેથી કરી એનો લાભ એને  આગળ અભ્યાસમાં અને લગ્નમાં ઉપયોગી થઇ રહે.

2. સુકન્યા એકાઉન્ટ પ્રમાણે આપણે માસિક ૧૦/-  કોન્ટ્રીબ્યુટ કરીયે અને એવા ૨૫ યોગદાન આપનાર હોય તો આપણે માસિક એક એકાઉન્ટમાં 250/- જમા કરાવી શકીયે.

3. “બેટી બચાવો, બેટી ભણાવો” અભિયાન એ મહિલા સશક્તિકરણનો માર્ગ છે,  એનો પણ આપણે એક ભાગ બની શકીએ.

4. આ આયોજન પ્રમાણે આપે આપેલા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થશે જેથી કોઈ ને સંશય ન રહે.

5. તમારી જાણકારી માં કોઈ હોય તો નીચે  “Create your own review ” બટન પર ક્લિક કરી અમને જણાવો.

6. આ યોજના વિશે તમારો કોઈ અભિપ્રાય હોય તો પણ નીચે  “Create your own review ” બટન પર ક્લિક કરી અમને જણાવો, તમારા વિચારો થકી આગળની રૂપરેખા તૈયાર કરીશું.

7. આપણા કાંઠાના ગામો વાંસવા, દામકા, ભટલાઈ, મોરા, રાજગરી,  સુંવાલી, જુનાગામ અને હજીરામાં આવી કોઈ બેટી હોય તો એને આપણે આ યોજના દ્વારા સહાયરૂપ થઇ શકીએ.

8. વધુ માહિતી માટે  સિદ્ધાર્થ ગ્રુપ what’s app નંબર- 7802812019 પર સંપર્ક કરી શકો છો.

9. તમે આ યોજનામાં રસ ધરાવતા હોવ તો નીચે આપેલ “Create your own review ” બટન પર ક્લિક કરી તમારો વિચાર જણાવો.

નોંધ: –  અમે તમારો મોબાઇલ નંબરને પ્રકાશિત નહી કરીશું, એ ફક્ત અમારા દ્વારા જો જરૂર પડે તો તમારો સંપર્ક કરવા ઉપયોગ કરીશું. [Note: – We will not publish your mobile number, it will only be used by us to contact you if needed.]

દાન પ્રાપ્ત અને ઉપયોગ [Donation received & uses]


સુકન્યા યોજના વિશે વધુ માહિતી

કેન્દ્ર સરકારે દીકરી વરદાન છે તેવું સાબિત કરી દીધું છે. પીએમ મોદી દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જે દીકરીઓ માટે એક ભેટ સમાન સાબિત થશે. 

આ યોજના અંતર્ગત માતા-પિતા અને પરિવાર પર કન્યાના લગ્ન અને ભણતરના ભાર ઘટાડવા આ સુકન્યા સમૃદ્ધિ યોજના લાગૂ કરાઇ છે. જેમાં સુરતના 70થી વધુ પરિવારોએ યોજનામાં ખાતા ખોલાવ્યા છે. સાથે સાથે તેઓ અન્ય દીકરીવાળા પરિવારોને આ મહત્વની યોજનાના ફાયદા-લાભો જણાવી રહ્યા છે.

તમે આ રકમ દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે ઉપાડી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના વર્ષ 2014-2015 માટે 9.1 % વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું હતું. જેને દર વર્ષે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર બદલાતું રહે છે. કન્યાઓનું ભણતર – લગ્ન સરળતાથી થાય તે માટે આ યોજના અંતર્ગત ખાતું ખોલાવવામાં આવે છે. ત્યાર બાદ 14 વર્ષ સુધી રૂપિયા જમા કરવાના રહેશે પછી ખાતું પાકતી મુદ્દતનું થાય છે. આ યોજનાની ખાસિયત છે કે કન્યાની ઉંમર 18 વર્ષની થાય તે પછી ઉચ્ચ શિક્ષણ માટે જમા થયેલી રકમમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાશે.

Simple Calculation [સરળ ગણતરી સમજવા માટે]

Current interest rate – 8.1% [વર્તમાન વ્યાજ દર – 8.1%]

We assume and calculate for 10 years [10 વર્ષ માટે ગણતરી]

72 x Current interest rate [વર્તમાન વ્યાજ દર], 72/8.1 = 8.88 Years [વર્ષો]

So almost our saving amount double in 8.88 years, so in 18 years we get almost 3 to 4 times of amount. for example. [તેથી 8.88 વર્ષમાં લગભગ બચત રકમ બમણી થાય છે, તેથી 18 વર્ષમાં રકમ લગભગ 3 થી 4 ગણી રકમ મળે છે.  ઉદાહરણ]

Saving amount is [બચત રકમ છે]  = 10,000/-

So [તેથી] 10,000 x 2 = 20,000/- [First 8 to 9 years]

Then [પછી], 20,000 x 2 = 40,000/- [ Second 16 to 18 years]

[ Note- This is simple & Example calculation for calculation understating only]


મિત્રો,
ટૂંક સમયમાં આપણે એક મિત્રોની યાદીનું લિસ્ટ મુકીશુ જેમાં નામ, ફોટો એન્ડ શોર્ટ એડ્રેસ હશે જેથી આપણે એક બીજાને ઓળખી શકીએ.

સંજીવની સ્કૂલ 2001 બેચના વિદ્યાર્થીઓ અને સિદ્ધાર્થ ગ્રૂપ, જુનાગામ એ આ સામાજિક કાર્યની પહેલ કરેલ છે, આપણા કાંઠાના ગામો વાંસવા, દામકા, ભટલાઈ, મોરા, રાજગરી,સુંવાલી, જુનાગામ અને હજીરાના દરેક વ્યક્તિ આ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકે છે અમે તમને બધાને આમંત્રણ આપીએ છીએ અને તમારુ સ્વાગત કરીએ છે.


 


Create your own review – બટન પર ક્લિક કરી તમારો અભિપ્રાય આપો.