જૈવિક ઘડીનો સમય-પત્રક [Biological clock timetable]

HOME

 

 

 

 

 

 

 


સવાર ની પ્રવૃત્તિઓ – 3:00-5:00 – સક્રિય ભાગ – ફેફસા

1. સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ?

– 4:00 am or Best – 3:00 am

2. પ્રથમ પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – મોં ધોયા વગર એક ગ્લાસ પાણી પીવું Best – મોં ધોયા વગર હૂફાળુ ગરમ એક ગ્લાસ પાણી પીવું.

3. બીજી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – ૧૫-૨૦ મિનિટ ખુલ્લી હવામાં ટહેલવું/ચાલવું [દોડવું નહિ]. 4. ત્રીજી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – વાતાવરણ શુદ્ધિ માટે દેશી ગાય [ગૌ] નું અડધું છાણુ સળગાવી એમાં ૪ ટીપા ઘી નાખો.

5. ચોથી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – હળવી કસરત, Best- પ્રાણાયામ, Best- ભ્રામરી પ્રાણાયામ 6. પાંચમી પ્રવૃત્તિ કઈ કરવી જોઈએ? – ૧૦ મિનિટ ધ્યાન

7. સમય બચે તો વાંચન


સવાર ની પ્રવૃત્તિઓ 5:00-7:00 – સક્રિય ભાગ – મોટું આંતરડું

 • દૈનિક નિત્ય કર્મનો સમય  5:00 – 7:00
 • 5:00 – 7:00 વાગ્યા વચ્ચે ટોયલેટ અને સ્નાન કરી લેવું.
 • 1 કલાક વાંચન

પ્રશ્ન1  આ સમય પર ટોયલેટ ના થાય તો?

એના માટે તમારે પ્રેકટીસ (દરરોજ નો અભ્યાસ) કરવી પડશે પ્રેકટીસ થી બધી આદતો લાવી પણ શકાય અને દૂર પણ કરી શકાય છે.

પ્રશ્ન2 પ્રેકટીસ (દરરોજ નો અભ્યાસ) કેવી રીતે કરશો?

૫ થી ૭ વાગ્યા સુધી માં તમારો જે સમય અનુકુળ હોય એ સમય માં ભલે ટોયલેટ આવે કે ના આવે પ્રેકટીસ માટે બે મિનિટ ટોયલેટ મા બેસો સમય જતા તમારો ટોયલેટ નો સમય સેટ થઇ જશે.

પ્રશ્ન3 ટોયલેટ નો સમય સેટ થતા કેટલો સમય લાગશે?

તમારી દિનચર્યા પર આધાર રાખે છે પાંચ દિવશ થી લઇ ને બાવીશ દિવશ સુધીમાં સેટ થઇ જશે (દરરોજ પ્રેક્ટિસ કરશો તો).

પ્રશ્ન4 ૫ થી ૭ વાગ્યે જ કેમ ટોયલેટ જવું જોઈએ?

આ સમય દરમિયાન આપરી પ્રાણ શક્તિ મોટા આંતરડા માં આવે છે અને આ સમય માં તમારો ટોયલેટ જવાનો ક્રમ હશે તો પ્રાણ શક્તિ ની હાજરી હોવાથી મોટું આંતરડા ની સફાઈ વ્યવસ્થિત થશે અને નવું ભોજન પચવા માટે તમારું આંતરડુ તૈયાર થઇ જશે, અને ૭ થી ૯ માં નાસ્તો અથવા ૯ થી ૧૧ માં તમે જે ભોજન લેશો એનું સારી રીતે પાચન થઇ જશે.

પ્રશ્ન5 ૫ થી ૭ વાગ્યે જ કેમ સ્નાન કરવું જોઈએ?

સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલા સ્નાન થઇ જવું જોઇએ એવું આપણી સંસકૃતી માં છે.


સવાર ની પ્રવૃત્તિઓ 7:00-9:00 – સક્રિય ભાગ – જઠર

નાસ્તા માં ફળ અથવા પ્રવાહી વસ્તુ તમે લઈ શકો છો.

જો તમને આ સમય માં ભૂખ જેવું લાગતું હોય તો આ સમય માં ફળ અથવા પ્રવાહી વસ્તુ લેવાનો ઉત્તમ સમય છે.


ભોજન નો શ્રેષ્ઠ સમય 09:00-11:00 – સક્રિય ભાગ – બરોળ/સ્વાદુપિંડ

૯ થી ૧૧ વાગ્યાનો સમય ભોજન માટે નો સમય છે , આ સમય માં તમે તમારું ભાવતું ભોજન કરી લેવો, આ સમય માં તમે ભારી ભોજન પણ કરી લેશો તો આખા દિવસ ની ભાગ દોર માં કે ઘર કામ કે અવર જવળ માં તમારું ભોજન નું પાચન આરામ થી થઇ જશે.

નોંધ –

 1. નાસ્તાના 2 કલાક પછી ભોજન [એટલે તમે ૭ વાગે નાસ્તો લીધો હોય તો ૯ વાગ્યે ભોજન કરી શકો અને ૮ વાગ્યે નાસ્તો લીધો હોય તો ૧૦ વાગ્યે ભોજન લઇ શકો.]
 2. સૂર્યોદય પછી અઢી કલાક પહેલા (2:00H, 30M) સવારનું ભોજન લઇ લેવું જોઈએ.
 3. ખોટા સમય પર ભોજન કરવાથી શરીરમાં વિકાર ઉત્પન્ન થાઇ છે અને પછી એ રોગો નુ રૂપ લે છે અને શરીર દુર્બળ થઇ જય છે.

 


શિક્ષણ નો શ્રેષ્ઠ સમય 11:00-01:00 – સક્રિય ભાગ – હૃદય

સંધ્યા નો સમય ભોજન કરવું નહિ.


પાણી પીવાનો શ્રેષ્ઠ સમય 01:00-03:00 – સક્રિય ભાગ – નાનું આંતરડું

પાણી પીવાનો શ્રેષ્ઠ સમય


અન્ય પ્રવૃત્તિઓ 03:00-05:00 – સક્રિય ભાગ – મૂત્રાશય

આ સમય માં પેશાબ આવે તો રોકવો નહીં, જલ્દીથી પેશાબ જવું.


અન્ય પ્રવૃત્તિઓ 05:00-07:00 – સક્રિય ભાગ – ગુદા

સાંજનું હલકું ભોજન નો શ્રેષ્ઠ સમય, હલકું ભોજન લઈ શકો.

નોંધ –

 1. સૂર્યાસ્તની 40 મીનીટ પહેલાં ભોજન, પછી ઓછામાં ઓછું 500 ડગલાં અને વધુમાં વધુ 1000 ડગલાં ચાલવું ઉત્તમ છે.
 2. ભોજન પછી 5-10 મિનિટ વજ્રાસન કરવું ઉત્તમ છે.

વાંચન નો શ્રેષ્ઠ સમય 07:00-09:00 – સક્રિય ભાગ – મસ્તિષ્ક

વાંચન 

સવાર કરતા પણ આ બે કલાક વાંચવા માટે ઉત્તમ છે, આ સમય પર આપણી પ્રાણ શક્તિ મસ્તિષ્ક માં હોય છે, આથી વાંચેલું જલ્દીથી સમજાય જાય છે અને યાદ રહી જાય છે.


સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 09:00-11:00 – સક્રિય ભાગ – કરોડરજ્જુ

સુવા માટે નો ગોલ્ડન સમય

નોંધ –

 1. સુવાના  2 કલાક પહેલાં કૃત્રિમ પ્રકાશ વારા ઉપકરણો નો ઉપયોગ છોડી દેવો.
 2. સૂતી વખતે તમારું માથું પૂર્વ દિશામાં હોવું જોઈએ, કોઈ સમસ્યા હોય તો દક્ષિણ દિશામાં રાખી સુઇ શકાય.

સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 11:00-01:00 – સક્રિય ભાગ – પિત્તાશય

સુવા માટે નો ગોલ્ડન સમય

 

નોંધ –

 1. નવી કોશિકાઓ બને છે.
 2. ડિટોક્સીફિકેશન પ્રક્રિયા ચાલે છે.
 3. આ સમય પર જાગવાથી અનીદ્રા, નેત્ર રોગ અને બૂઢાપો જલ્દી આવે છે.

સુવા (ઊંઘ)  માટે નો શ્રેષ્ઠ સમય 01:00-03:00 – સક્રિય ભાગ – યકૃત

સુવા માટે નો ગોલ્ડન સમય

નોંધ –

 1. ડિટોક્સીફિકેશન પ્રક્રિયા ચાલે છે.
 2. આ સમય પર જાગવાથી પાચન તંત્ર બગડે છે.
 3. ૯ થી ૩ કે ૪ (6 – 7) કલાક ની ઊંઘ પર્યાપ્ત છે.

24 કલાકની ગણતરી વિદ્યાર્થી માટે

પ્રવૃત્તિ કલાક / મિનિટ
વાંચન 4
શાળા 9.5
આરોગ્ય 1
જમવાનો સમય 30
મુસાફરી 2
ઊંઘ 6
આરામ 1
કુલ સમય 24

આટલો ખાવામાં સુધારો કરો

 1. શુદ્ધ તેલ [refined oil] ના બદલે કાચી ગાણી નુ તેલ વાપરો.
 2. આયોડિન મીઠું [iodine salt] ના બદલે સિંધવ મીઠું વાપરો.
 3. મેદો [Meda] નો ઉપયોગ ના કરો મેદો આપણા શરીરમાં જલ્દી પચતું નથી અને આપણું પેટ બગાડે છે.
 4. ખાંડ [sugar] ના બદલે સાકળ, ગોળ કે ઓર્ગેનીક ખાંડ વાપરો.
 5. ભોજન હંમેશા 32 વાર ચાવીને ખાવું જોઈએ.
 6. બે થી વધારે વસ્તુ એક સમય પર ન ખાવી જોઈએ.
 7. ઈયોડીન મીઠું, મેંદો અને ખાંડ એ ધીમા સફેદ ઝેર છે.

પીવાના પાણીની ગુણવત્તા

pH – 6.5 to 8.5

TDS (mg/L) – Max 600

Total Hardness (mg/L) CaCO3 – Max300

Alkalinity (mg/L) CaCO3 – Max 200

હૂફારું ગરમ પાણી

પાણી હંમેશા શીપ શીપ કરી પીવું ઉત્તમ છે.

વાતાવરણ ના તાપમાન કરતા વધારે ઠંડુ પાણી પીવું હાનિકારક છે.

ભોજન સમય પર પાણી ન પીવું  જોઈએ 1 કે 1.5 કલાક પછી પાણી પી શકાય.


મનની તાજગી માટે નીચેની ટિપ્સ અપનાવો

 • મીઠું અને ગરમ પાણી નો પ્રયોગ કરો.
 • આગનો ઉપયોગ કરો.
 • આરામ કરો અથવા સૂઈ જાઓ.
 • સાપ્તાહિક તાજગી માટે સારા મિત્રોનુ જૂથ બનાવો.
 • કેટલાક સામાજિક સ્થળ પર મુલાકાત લો
 • આંગણ-શાકવાડી [Kitchen Garden]
 • ટેરેસ-શાકવાડી [Terrace Garden]
 • સારી પુસ્તકો વાંચન ટેવો
 • પિત્ત ના સંતુલન માટે 10-15 મિનિટ માથું, કાન અને પગ ના તરીયા પર તલ ના તેલ નું માલિશ કરવામાં આવે તો ઉત્તમ.

આરોગ્ય [Health]

         

– સૂર્યપ્રકાશનો વધુ ઉપયોગ કરો

– કૃત્રિમ પ્રકાશ [Artificial light] પી.સી, મોબાઇલ, ટી.વી. નો ઓછો ઉપયોગ

– વાત પિત્ત કફ નું સંતુલન રાખવું

– બ્રમ્હમુહર્ત [Brumhumarts] – આ સમય નિંદ્રા ત્યાગ કરવો શ્રેષ્ઠ સમય છે.

– સવારના આ સમયમાં વાયુ મંડળ પ્રદૂષણ રહિત હોય છે.

આ સમયે વાયુ મંડળમાં ઓક્સિજનની માત્રા સૌથી વધારે હોય છે, ફેફસાની શુદ્ધિ

માટે મહત્વનું છે.

– શુદ્ધ વાયુ મળવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.

– આ સમય અભ્યાસ માટે પણ ઉત્તમ ગણાય છે. આ સમયે મસ્તિષ્ક સૌથી વધારે

સક્રિય હોય છે.


 મોબાઇલ નો ઉપયોગ કરી ફાયદો કેવી રીતે લઇશું?

 1. તમે કાર્ય સૂચિ બનાવી શકો છો.
 2. તમે તમારા કાર્ય માટે રિમાઇન્ડર સેટ કરી શકો છો.
 3. તમે વધારાનુ શીખવા માટે એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો.
 4. તમે ફાજલ સમયનો ઉપયોગ કરી શકો છો.
 5. Google translator નો ઉપયોગ કરી કોઈપણ શબ્દોનો અનુવાદ

અથવા અર્થ સમજી શકાય છે.

 1. 6. Google sheet નો ઉપયોગ કરી મહત્વની માહિતી સંગ્રહ કરી શકાય છે.
 2. તમે PDF પુસ્તકો વાંચી શકો છો.
 3. તમે કેટલીક બુદ્ધિ અને મગજ કશે એવી રમતો રમી શકો છો.
 4. ક્વિઝ રમી શકો.

કેટલીક ટિપ્સ વિદ્યાર્થીઓ માટે

 1. અભ્યાસ દરમિયાન ધીમા અવાજે સંગીત ચલાવી શકાય.
 2. મોરપીંછ, દેશી ગૌ ના છાણા નો ટુકડો, તુલસી અને પુષ્પ સાથે રાખી શકાય પોઝિટિવ વાતાવરણ માટે.
 3. શરીરનું તાપમાન જાળવી રાખવું. (Example)
 4. મેળવવું અને લાગુ પાડવું [Get and apply]
 5. સવારે બ્રશનો ઉપયોગ કરશો નહીં
 6. જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
 7. તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
 8. શક્ય હોય તો ફૂલ અંધારામાં સુવો.
 9. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
 10. સારા વિચારો માટે એક ડાયરી બનાવો.
 11. ખૂબ ઠંડુ પાણી પીવું નહીં
 12. ઓછા પ્રકાશમાં વાંચવુ નહીં.
 13. કુટુંબ સાથે સમય વિતાવો.
 14. સમયનો ઉપયોગ કરો, સમય બગાડો નહીં, વ્યસ્ત રહો.
 15. જો કોઈ ને એવું લાગતું હોય કે કઈ તંત્ર-મંત્ર હેરાન કરે છે, તો ગાયત્રી મંત્ર નો ઉપયોગ કરવો.
 16. દૈનિક 10 મિનિટ ધ્યાન કરવું.
 17. તુલસી વાળું ગરમ પાણી પીવો.
 18. તમારા લક્ષ્ય ને બધે લગાવી દેવો જેમ કે પુસ્તકો, નોટબુક, અભ્યાસ ટેબલ વગેરે પર અને તમારા મનમાં પણ.

 


કેટલીક ટિપ્સ માતા-પિતા માટે

 1. તમારા છોકરા-છોકરી ની પ્રશંસા કરો.
 2. તમારા છોકરા-છોકરી ની સહનશક્તિ વધારો
 3. અભ્યાસ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરો અન્ય પ્રવૃત્તિ મનની તાજગી માટે છે.
 4. જો શક્ય હોય તો, દરરોજ તમારા બાળકો સાથે 05 મિનિટ બેસી અને દૈનિક

અભ્યાસ વિશે વાત કરો.

 1. તમારા બાળકોને જરૂરી સુવિધા પૂરી પાડો
 2. દેશી શૌચાલયનો ઉપયોગ કરો
 3. મહિનામાં એક વાર શિક્ષક સાથે મુલાકાત કરો.
 4. ભોજન હંમેશા જમીન પર બેસી કરવું જોઈએ
 5. રેફ્રિજરેટરનો ઉપયોગ કરશો નહીં
 6. ઠંડા પાણી થી નહાવું જોઈએ
 7. વિરુદ્ધ આહાર લેવો નહિ એનું ધ્યાન રાખો
 8. તમારા બાળકોને અભ્યાસ સમય પર મોબાઈલ ફોન થી દૂર રાખો
 9. LED લેમ્પ ની જગ્યા એ નોર્મલ લેમ્પ નો ઉપયોગ કરો

पैर में चकर मुँह में शक्कर हृदय में आग और दिमाग में बरफ लेके चलो


વિદ્યાર્થી માટે ભ્રામરી પ્રાણાયામ


મીઠું પાણી ની સારવાર આધ્યાત્મિક ઉપચાર [આપણા શરીર માંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે]

 

 

 

 

 


 

Under Updating …………………